મોરબી : મોરબી અને કચ્છના MHU અને 108 ના સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગત 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઠેર ઠેર ઉજવાયો હતો ત્યારે મોરબી અને કચ્છના MHU અને 108 ના સ્ટાફ દ્વારા મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરવો તેની માહિતી આપી હતી. ઘણી વખત મહિલાઓ પર હુમલો અથવા આફત આવતી હોય છે ત્યારે આવા સમયે પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો તે અંગેની તાલીમ મહેમાનો દ્વારા આપવામાં આવી હતી.