મોરબી : મોરબીમાં એસપી રોડના નાલા પાસેથી જે કેનાલ નીકળે છે તેમાં માછલીઓના ભેદી મોત થયા છે. અહીં પાણી ઉપર માછલીઓના મૃતદેહો તરતા દેખાતા જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. વધુમાં આવી જ રીતે લીલાપર બાજુ પણ કેનાલમાં માછલીઓના કોઈ કારણોસર મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.