મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્ટી પ્લૉટમાં પ્રસંગમાં જમવા ગયેલા નિર્મળભાઈ નીતીનભાઈ ભાલોડીયાની માલિકીનું રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક પાર્ટી પ્લોટના પાર્કીંગમાથી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.