સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટમાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દરોડો પાડ્યોમોરબી : મોરબી નજીકથી કરોડો રૂપિયાના કોડીન સિરપનો જથ્થો પકડાયાની ઘટના હજુ તાજી જ છે ત્યાં ઉડતા મોરબી... જેવી સ્થિતિ વચ્ચે આજે મોડી સાંજે સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટમાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દરોડો પાડી 20 લાખનો નશીલી કોડીનનો જથ્થો પકડી પાડતા ખળભળાટ મચી ગયો છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટમાં આવેલ હરિકૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડો પાડી રૂપિયા 20 લાખની કિંમતની નશીલી કોડીનની 10 હજાર બોટલનો જથ્થો પકડી પાડ્યો છે. સાથે જ ટ્રાન્સપોર્ટ ઓફિસના એક કર્મચારીને પણ અટકાયતમાં લઈ નશીલી કોડીન ક્યાંથી આવી અને કોને પહોંચાડવાની તે સહિતની બાબતો અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.