150 ગુજરાતી માધ્યમ, 1 હિન્દી માધ્યમ અને 31 અંગ્રેજી માધ્યમની શાળાઓ : કુલ 594 વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશમોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે ગુરૂવારથી 182 ખાનગી શાળાઓમાં RTE હેઠળ વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. જેમાં કુલ 594 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવનાર છે.ગરીબ વિધાર્થીઓ પણ ખાનગી શાળામાં સારું શિક્ષણ લઈ શકે તે માટે સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન અમલમાં છે. જે અંતર્ગત આવતીકાલે ગુરૂવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. હાલ જિલ્લામાં 182 શાળાઓ છે. જેમાં હળવદ તાલુકામાં 25, માળિયા તાલુકામાં 1, મોરબી તાલુકામાં 102, ટંકારા તાલુકામાં 21, વાકાનેર તાલુકામાં 33 શાળાઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત હળવદ તાલુકામાં 3, મોરબી તાલુકામાં 16, ટંકારા તાલુકામાં 7, અને વાંકાનેરમાં 5 મળી અંગ્રેજી માધ્યમની કુલ 31 શાળાઓ છે.ઓનલાઇન અરજી માટેની પોર્ટલ ઉપર તમામ માહિતી ઉપ્લબ્ધ છે. એટલે વાલીઓ વાંચી અને સમજીને ફોર્મ ભરે જેથી અરજી રિજેક્ટ ન થાય તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.