મોરબી : મોરબી શહેરના મોરબી રેલ્વે સ્ટેશન સામે જીજે-36-યુ-2449 નંબરના સીએનજી રીક્ષા ચાલકે જીજે-36-ઈ-6164 નંબરનું એક્ટિવા લઈને જઈ રહેલા જીતરાજસિંહ જયપાલસિંહ જાડેજા ઉ.18 નામના યુવાનને હડફેટે લઈ ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે ઈજાગ્રસ્ત જીતરાજસિંહના દાદા ઘનુભા જાડેજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.