ગોલાસણ ગામે આવે રામદેવપીરના મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાનહળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામે આવેલ રામદેવપીરના મંદિરને ગતરાત્રિના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અહીં આવેલા રામદેવપીરના મંદિરમાંથી તસ્કરો રૂપિયા દસ હજારથી વધુની કિંમત નો ઘંટ ચોરીને લઈ જતા સમસ્ત ગામની આસ્થા સમાન મંદિરમાં ચોરીનો બનાવથી ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.હળવદ શહેર,ગ્રામ્ય તેમજ સીમ વિસ્તારમાં પાછલા થોડા દિવસોથી ચોરીના બનાવવામાં નોંધપાત્ર વધારો થયો છે જેની સામે માત્ર ગણ્યા ગાઠિયા બનાવોમાં જ પોલીસ ચોપડે ચડી રહ્યા છે.લોકોના રહેણાંક મકાનો, વાહનો તેમજ ખેતરોમાંથી ખેતપેદાશોની ચોરીઓ તો હવે સામાન્ય બની ગઈ છે આટલું બાકી રહેતું હતુ તો હવે તસ્કરો મંદિરોને પણ નિશાન બનાવી રહ્યા છે. જેમાં ગઈકાલે ગોલાસણ ગામે આવેલ રામદેવપીરના મંદિરને નિશાન બનાવી તસ્કરો મંદિરનો ઘંટ ચોરી જતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને હળવદ પંથકમાં પોલીસની ધાક ઓસરી ગઈ હોવાની ચર્ચા લોકોમાં ઉઠવા પામી છે.