મોરબી : આગામી તારીખ 17 માર્ચ ને રવિવારના રોજ મોરબીના શક્ત શનાળાના સરસ્વતી શિશુમંદિર (નવા) ખાતે ડો. હેડગેવાર સ્મારક સમિતિ- રાજકોટ દ્વારા સેવા તરંગ-2024 કાર્યક્રમનું આયોજન કરાયું છે.માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાકાર કરનાર ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા મોરબી નગરમાં ચાલતા વિવિધ સેવા કેન્દ્રો (શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબન કેન્દ્રો)નો સંયુક્ત વાર્ષિકોત્સવ કાર્યક્રમ 17 માર્ચ ને રવિવારે બપોરે 3 થી 6 કલાક દરમિયાન સરસ્વતી શિશુમંદિર (નવા) ખાતે યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ તથા ડો. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ દવે ઉપસ્થિત રહીને પ્રેરક ઉદબોધન આપશે. સાથે જ સેવા દાતાઓને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કાંતિલાલ મેરજા, બાલુભાઈ અંબાણી, ડો. અર્જુનભાઈ સુવાગીયા અને જીલેશભાઈ કાલરીયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સેવા વિભાગના મોરબી જિલ્લા સંયોજક લાલજીભાઈ કુનપરા, ડો. હેડગેવાર સ્મારક સમિતિ- રાજકોટના પ્રમુખ પ્રવિણભાઈ ધોળકિયા, મંત્રી વિપુલભાઈ અઘારા, મોરબીનગર સહ સેવા પ્રમુખ પ્રાણજીવનભાઈ વિડજા અને મોરબીનગર સેવા પ્રમુખ હરીભાઈ સરડવા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.