મોરબી : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ- મોરબી દ્વારા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે કોમ્પ્યુટર ક્લાસિસની શરૂઆત કરવામાં આવી છે.આજના આ ઝડપી યુગમાં પાટીદાર સમાજના દરેક વ્યક્તિને પગભર થવા માટે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ- મોરબી દ્વારા રાહત દરે કોમ્પ્યુટર ક્લાસિસ શરૂ કરાયા છે. જેમાં માઈક્રોસોફ્ટ ઓફિસ, એક્સલ, વર્ડ, પાવર પોઈન્ટ, પ્રિન્ટિંગ વગેરે શિખવવામાં આવશે. આ ક્લાસિસમાં 7 પાસ કોઈપણ જોડાઈ શકશે. આ માટે સમયના ગેટની બાજુમાં લેન્ડમાર્ક પ્લાઝા/3 ખાતે ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ- મોરબીની ઓફિસ પર જયંતીભાઈ વિડજા- મો.નં. 99789 21318 અથવા મગનભાઈ અઘારા મો.નં. 98250 98079 નો સંપર્ક કરવામાં જણાવ્યું છે.