મોરબી : દેશમાં CAA એટલે કે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવતા ત્રણ દેશોના અલ્પસંખ્યક લોકોને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપની કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારવા મોરબીમાં ઉમા ટાઉનશીપમાં આવેલા ધારાસભ્ય કાર્યાલય ખાતે તા. 12ને મંગળવારે સાંજે 5 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ લાભાર્થીઓ મોઢા મીઠા કરાવીને શુભેચ્છા પાઠવવામાં આવશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.