મોરબી : વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક સારંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાઈ હતી. તેમાં સૌરાષ્ટ પ્રાંત મંત્રી ભુપતભાઈ ગોવાણી દ્વારા મોરબી જીલ્લાના નવનિયુકત હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે.જેમાં મહેન્દ્રભાઈ સવસાણી -વિશ્વ હિન્દૂ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ પ્રમુખ, નિલેશભાઈ જાકાસણીયા - બજરંગદળ જીલ્લા સંયોજક, મહેશભાઈ રબારી- બજરંગદળ જીલ્લા સહસંયોજક, અનન્યાબેન કુણપરા - દુર્ગાવાહિની જિલ્લા સહસંયોજિકા, હેતલબેન બજાણીયા -દુર્ગાવાહિની જિલ્લા સહસંયોજિકા, પુજાબેન અઘારા - દુર્ગાવાહિની જિલ્લા સહસંયોજિકા, શીતલબેન પનારા- માતૃશક્તિ જીલ્લા સંયોજિકા, જયશ્રીબેન જગોદણા - માતૃશક્તિ જીલ્લા સહસંયોજિકા, શીતલબેન કુણપરા - માતૃશક્તિ જીલ્લા સહસંયોજિકાની વરણી કરવામાં આવી છે.