મોરબી : મોરબીમાં ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજની વાડી, શક્ત શનાળા ખાતે યોજાયેલ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સમુહ લગ્નોત્સવનું આયોજન કરવ સમુહ લગ્નોત્સવમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તમામ કન્યાઓને આશીર્વાદ રૂપે 22 સાડીઓ ભેટમાં આપવામાં આવી હતી. તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો દ્વારા તમામ વર-વધૂને આશિર્વાદ પાઠવ્યાં હતા સાથે જ સમૂહલગ્નનું સફળ આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.