મોરબી જિલ્લામાં ધોરણ 10માં 12765 અને ધોરણ 12માં 9199 વિદ્યાર્થીઓની કસોટી શરૂધો.10 માં 45 બિલ્ડીંગ અને 442 બ્લોકમાં અને ધો. 12 માં 25 બિલ્ડીંગ, 239 બ્લોકમાં પરીક્ષાનું આયોજનમોરબી : આજે તા. 11 માર્ચથી મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આજે મોરબી જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરિક્ષાર્થીઓનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરી મો મીઠા કરી આવકારવામાં આવ્યા હતા. મોરબીમાં ધો. 10 માં 12765 અને 12 માં 9199 વિદ્યાર્થીઓની કસોટી આજથી શરૂ થઈ છે.બોર્ડની પરીક્ષા અંતર્ગત મોરબી બોય્ઝ હાઈસ્કૂલ ખાતે પેપર ડિસ્પેચ અને રિસિવ માટે કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. કંટ્રોલરૂમ ખાતે ધો. 12 ના ઝોનલ અધિકારી તરીકે ફરજ પર રહેલા બી.એલ. ભાલોડીયાએ જણાવ્યું હતું કે, ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ, વાંકાનેર અને મોરબી એમ ત્રણ કેન્દ્રો છે. અને 9 બિલ્ડિંગમાં 99 બ્લોકમાં 92 રીપીટર સહીત 1932 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે સામાન્ય પ્રવાહમાં હળવદ, મોરબી, ટંકારા અને વાંકાનેર એમ ચાર કેન્દ્રો 25 સ્થળે 239 બ્લોકમાં પરીક્ષા યોજાશે. જેમાં 570 રીપીટર સહીત 7257 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જયારે ધોરણ 10માં મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર, ટંકારા, જેતપર (મ.), સિંધાવદર,હળવદ, ચંદ્રપુર, ચરાડવા, પીપળીયા,પીપળીયા રાજ સહીત કુલ 10 પરીક્ષા કેન્દ્રોમાં, 45 બિલ્ડિંગોમાં 442 બ્લોકમાં 1098 રીપીટર સહીત 12765 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષા સ્થળે દરરોજ કંટ્રોલરૂમ ખાતેથી એક-એક અધિકારી સુરક્ષા બંદોબસ્ત સાથે પેપર પહોંચાડવાની જવાબદારી સોપાઈ છે. તમામ પરીક્ષા સ્થળે સીસીટીવીથી પણ નજર રાખવામાં આવી રહી છે.આજે મોરબીમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી અને જિલ્લા શિક્ષણ અધિકારી મોતા સાહિતના અધિકરીઓ અને ઇન્ડિયન લાયન્સ કલબ સહિતની સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી પરીક્ષા ખંડમાં મોઢા મીઠા કરાવી પ્રવેશ આપી ડર, ભય વિના અને સ્વસ્થ મને પરીક્ષા આપે એવી શુભકામનાઓ પાઠવી હતી.