મોરબી : મોરબીમાં રવાપર રોડ પર આવેલા નરસંગ ટેકરી મંદિરના ભક્તો દ્વારા પાવનધામ, ભૂપતવાલા, હરિદ્વાર ખાતે તા.11 થી 17 એપ્રિલના દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વક્તા તરીકે મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઈ વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. આ ભાગવત સપ્તાહમાં વિવિધ પ્રસંગોની ઉજવણી કરાશે. જેમાં તા.11ના ભાગવત કથાની પોથીયાત્રા નીકળશે તેમજ તા. 13ના નરસિંહ ભગવાન પ્રાગટ્ય, તા. 14ના વામન જન્મ,રામ જન્મ, કૃષ્ણ જન્મ, તા. 15ના ગોવર્ધન લીલા, તા. 16ના રૂક્ષ્મણી વિવાહ તેમજ તા. 17ના સુદામા ચરિત્ર તેમજ કથાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. આ ભાગવત કથાનું આયોજન કેશુભાઈ ઠોરીયા, અશોકભાઈ સિતાપરા, રમેશભાઈ અઘારા દ્વારા કરવામાં આવ્યું છે.