મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે જુગારીઓ ઉપર ધોંસ બોલાવી અલગ અલગ ત્રણ દરોડામાં પીપળી, શાપર અને ટીંબડી પાટિયા પાસે જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જુગાર અંગેના પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસ ટીમે પીપળી ગામની સીમ સ્ટારકો સીરામીકની સામે ખરાબાની જગ્યામાં જુગાર રમી રહેલા આરોપી વિશાલભાઇ નવઘણભાઇ ડાભી અને દિપકભાઇ અશોકભાઇ વાળાને તીનપતી રોન પોલીસનો જુગાર રમી રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 740 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે જીગ્નેશભાઇ રાજુભાઇ ચેોહાણ અને હુશેનશા મામદશા શાહમદાર નામના શખ્સને મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા પાસે બસ સ્ટોપ પાછળ આવેલ બંધ દુકાનની બહાર ચલણી નોટોના નંબર ઉપર નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ.510 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત જુગાર અંગેના ત્રીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે સાપર ગામે દરોડો પાડી આરોપી આરીફભાઇ ઇબ્રાહીમભાઇ શાહમદાર અને મકબુલભાઇ રજાકભાઇ ચાનીયાને પાવડીયારી કેનાલ પાસે આવેલ કોમ્પ્લેક્ષ પાછળ જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 670 કબ્જે કરી જુગારધારા મુજબ ગુન્હો નોંધ્યો હતો.