મોરબી મેડિકલ કોલેજ દુર્ઘટનામાં ઇજાગ્રત થયેલ ચાર શ્રમિકોના નામ સામે આવ્યામોરબી : મોરબી મેડિકલ કોલેજની છત તૂટી પડવાની ઘટનામાં હજુ પણ એક શ્રમિક કાટમાળમાં દબાયેલ હોય શ્રમિકનો જીવ બચાવવા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી છે અને આઇસીયું ઓન વ્હીલને પણ તૈનાત કરવામાં આવી છે. સાથે જ તમામ ઇજાગ્રસ્ત અને ફસાયેલ શ્રમિકના નામ પણ સામે આવ્યા છે.મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજની છત તૂટી પડતા કુલ પાંચ મજૂરો ઘટનાનો ભોગ બન્યા હતા જેમાં ચાર મજૂરોની ઓળખ થઈ છે, આ દુર્ઘટનામા કમલેશ કલાભાઈ વાકલા, ઉ.27 રહે. રૂપાખડા, જી.જાંબુઆ, મધ્યપ્રદેશવાળાને સરકારી હોસ્પિટલ મોરબી, મનીષ મગનભાઈ મેડા ઉ.30, સુરડીયા જી.જાંબુઆ મધ્યપ્રદેશ, સંજયભાઈ નાગજીભાઈ મારલાણા ઉ.45 રહે. રાજકોટ અને અરુણકુમાર પાસવાન રહે.ભરખડ વાળાને સાગર હોસ્પિટલ મોરબી ખાતે રાખવામાં આવ્યા છે. અને હજુ સુનિલ સાહુ રહે.ટોટી ગામ, કલાડી ઓરિસ્સા વાળો હજુ કાટમાળમા ફસાયેલ હોવાનું જાણવા મળે છે.