મોરબી : મોરબીમાં નવા નકોર પુલમાં મસમોટા ગાબડા અને મેડિકલ કોલેજની છત ભરાતી સમયે જ છતનું તૂટી પડવું એ ઘટના સરકારી કામ નબળી ગુણવતાના થતા હોવાનું સૂચવી રહ્યું હોવાનું અને આ કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપી મોરબીના કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુએ લગાવ્યો છે.મોરબી જિલ્લામાં સરકાર દ્વારા ચાલતા દરેક કામ નબળી ગુણવતાના થતા હોય તેના પુરાવા જગજાહેર જોવા મળતું હોવાનું જણાવી કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, મોરબીના બાયપાસ રોડ ઉપર બનાવવામાં આવે પુલ છ માસમાં તૂટી ગયો મસમોટા ગાબડા આ પુલમાં પડ્યા છે ત્યારે સરકારના પ્રતિનિધિ લોકો ને મૂર્ખબનાવવા તપાસ માંગી છે ને બિલ અટકાવેલ છે તેવી વાતો કરી લોકોને ગુમરાહ કરી રહેલ છે.વધુમાં તેમને મોરબીના ધારાસભ્ય અને સાસંદને સંબોધતા કહ્યું હતું કે તમારી આ ડબલ એન્જિનની સરકારમાં પ્રજાના ટેક્ષના પૈસાથી ચાલતા કામ સાવ નબળી ગુણવતાના થાય છે અને ભયંકર ભ્રષ્ટાચારથી આચરી થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જેનું ઉદાહરણ મોરબીની નવી બની રહેલ મેડિકલ કોલેજની છત હોવાનું જણાવ્યું હતું.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લામાં ડુપ્લીકેટ ટોલનાકા અને મોરબી ઝુલતા પુલીની ઘટનાની જેમ પોતાના મળતિયાઓને બચાવવાનો પ્રયત્ન કરવા આવ્યો હતો તેવા પ્રયાસો પુલ અને મેડિકલ કોલેજમાં પણ થશે કે પછી નબળું કામ કરનાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરવા આવશે ? તેવો સવાલ ઉઠાવી મોરબી જિલ્લાની પ્રજા અને કોંગ્રેસ પક્ષ આ સમગ્ર મામલે ઊંડી તપાસ કરે તેવી માંગ કરતું હોવાનું અંતમાં કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યું હતું.