ત્રણ શ્રમિક કાટમાળમા ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશનમોરબી : મોરબી - રાજકોટ હાઇવે ઉપર શનાળા નજીક નવી બની રહેલ મેડિકલ કોલેજમાં આજે છત ભરતી વખતે સ્લેબ તૂટી પડતા પાંચેક મજૂરો ઇજાગ્રસ્ત બન્યા છે. વધુમાં પાંચ શ્રમિક પૈકી 2 ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું અને બાકીના ત્રણ મજૂર કાટમાળમાં ફસાયા હોવાથી ગેસ કટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.