મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે જુગારના અલગ અલગ બે દરોડામાં આઠ જુગારીઓને પાના ટીચતાં રંગે હાથ ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતું.જુગાર અંગેના પ્રથમ દરોડામાં પોલીસે હડકાઇ માતાજીના મંદીર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુન્નાભાઇ દિલીપભાઇ ડેડાણીયા, પીયૂષભાઇ બાબુભાઇ કુવરીયા, રમેશભાઇ સચીનભાઇ ઝીંઝવાડીયા, મુકેશભાઇ બેચરભાઇ ચાવડા અને છગનભાઇ સીંધભાઇ શીયાળને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 19,780 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જયારે બીજા દરોડામાં પોલીસે ત્રાજપર ગામમાં ચોરાથી આગળ બહુચર માતાજીના મંદીર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિનેશભાઇ છગનભાઇ અદગામા, સંદીપભાઇ બાબુભાઇ પીપળીયા અને એહમદભાઇ મામદભાઇ સુમરાને રોકડા રૂપિયા 4560 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.