ઝવેરી પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે તા.9 અને 10મી કેમ્પનું આયોજન કર્યુંમોરબી : સામાન્ય રીતે લગ્નપ્રસંગમાં લખલૂટ ખર્ચ કરવામાં આવતો હોય છે ત્યારે મોરબીના ઝવેરી પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે સેવા કાર્ય કરવા સંકલ્પ કરી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી. મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે આગામી તારીખ 9 અને 10 માર્ચના રોજ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્યું છે.મોરબીમાં દર બે માસે રેગ્યુલર યોજાતો 186 નંબરનો આ કેમ્પ આગામી તારીખ 9 માર્ચ ને શનિવારે સાંજે 4 થી 7 વાગ્યે અને 10 માર્ચ ને રવિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનાર છે. આ કેમ્પના દાતા સુપુત્રી નેહલબેન વિદિતભાઈ શાહના લગ્ન પ્રસંગે રૂપાબેન જગદીશભાઈ ઝવેરી છે. આ કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાત ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) દર્દીઓને વિનામૂલ્યે તપાસી યોગ્ય માર્ગદર્શન આપશે. કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈને મો.નં. 9537099219 પર નોંધાવી આપવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વી. શાહે જણાવ્યું છે.