મોરબી : મોરબી જિલ્લા મજદૂર સંઘ દ્વારા સામાજિક કાર્યો કરતા બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરીને વિશ્વ મહિલા દિવસની સાચા અર્થમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હસીનાબેન લાડકા, ગૌરીબેન મહાદેવભાઈ, માધવીબેન જયદીપભાઈ, સવિતાબેન મેઘજીભાઈ, તન્વીબેન ઠાકર સહિતના સામાજિક કાર્યો કરતા બહેનોનું બહુમાન કરવામાં આવ્યું હતું.