અમદાવાદ-વેરાવલ સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને અમદાવાદ-વેરાવલ એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં બદલાવ : રાજકોટ-વેરાવલ-રાજકોટ લોકલ ટ્રેનમાં એસી કોચની સુવિધામોરબી : પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનનું કાયાકલ્પ થઈ રહ્યું છે અને તેનું વિશ્વ સ્તરના સ્ટેશન તરીકે પુનઃવિકાસિત કરવામાં આવનાર હોય રાજકોટ મંડલથી થઈને જનાર અમદાવાદ-વેરાવલ સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને અમદાવાદ-વેરાવલ એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનલને અમદાવાદ સ્ટેશનની જગ્યા ગાંધીનગર કેપિટલ સ્ટેશનમાં શિફ્ટ કરવામાં આવ્યું છે.જેથી આ બન્ને ટ્રેન ગાંધીનગર સુધી જશે.અમદાવાદ સ્ટેશને ચાલતી કામગીરીને કારણે ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવલ સુપરફાસ્ટ એક્સપ્રેસ નું ટર્મિનલ હવે ગાધીનગર કેપિટલ થઈ જશે અને આ ટ્રેન 02 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 21.55 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 22.18/22.20 વાગ્યે હશે. આજ રીતે, ટ્રેન નંબર 22958 વેરાવલ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધી જશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર 05.55 વાગ્યે આવશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 05.10/05.12 વાગ્યે હશે.જયારે ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવલ એક્સપ્રેસ નું ટર્મિનલ હવે 16 માર્ચ, 2024 થી ગાંધીનગર કેપિટલમાં થઈ જશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 10.35 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 11.00/11.02 વાગ્યે હશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર ઊભી નહિઁ રહે.આજ રીતે, ટ્રેન નંબર 19120 વેરાવલ-અમદાવાદ એક્સપ્રેસ 15 માર્ચ, 2024 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર ટર્મિનેટ થશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 15.10/15.12 વાગ્યે હશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર ઊભી નહિઁ રહે. સાથે જ મુસાફરોને ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવલ લોકલ માં 14.03.2024 થી અને ટ્રેન નંબર 09522 વેરાવલ-રાજકોટ લોકલ માં 15.03.2024 થી એક એસી ચેયરકારની સુવિધા પણ મળશે.