દારૂની બોટલ પ્લાસ્ટિકના કેરબામાં ગોઠવીને તેને જમીનની નીચે દાંટી દેવાઈ હતી, એકની ધરપકડમોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં જમીનમાં દાટી તેમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો ૧૨૮ બોટલના જથ્થા સાથે એક શખ્સને તાલુકા પોલીસે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને હકીકત મળેલ કે, મોરબી તાલુકાના જાબુડીયા ગામની સીમમાં શિવશક્તિ કાંટા પાછળ વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ ઢોર બાંધવાના વાડામાં અલગ-અલગ જગ્યાએ જમીનમાં ખાડા બનાવી તેમાં ઇંગ્લીશ દારૂની બોટલો છુપાવી ચોરી છુપીથી ઇંગ્લીશ દારૂનું વેંચાણ કરે છે આ હકીકત આધારે રેઇડ કરતા વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ જાતે દરબાર ઉ.વ.૩૪ શંકાસ્પદ હિલચાલ કરતો જોવામાં આવતા મજકુર ઇસમને કોર્ડન કરી પકડી પાડી મજકૂર ઇસમ જે જગ્યાએ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો તે જગ્યાએ જોતા જમીનમાં એક પ્લાસ્ટિકનો આશરે ૫૦ લીટર ક્ષમતાવાળો કેરબો દાટેલ હોય અને તેમાં ઇંગ્લીશ દારૂની બોટલો છુપાવેલ મળી આવી હતી.વાડામાં જીણવટ ભરી રીતે તપાસ કરતા બીજા કેરબાઓ પણ દાટેલ હાલતના મળી આવતા મળી આવેલ કૂલ-૦૭ પ્લાસ્ટિકના કેરબામાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૧૨૮ કિં.રૂ.૪૯,૩૦૫/- નો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. એમ બગડા નાઓ ચલાવી રહેલ છે.આ કામગીરીમાં પીઆઇ કે.એ.વાળા, પો.સ.ઇ. બી.એમ.બગડા, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, ફરેશભાઇ આગલ, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, કુલદિપભાઇ કાનગડ, દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા રોકાયેલ હતા.