મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વકૃત્વ સ્પર્ધા તેમજ રમત-ગમત સ્પર્ધા અંતર્ગત સંગીત ખુરશીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્પર્ધામાં બહોળી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યના અધ્યક્ષ સ્થાન હેઠળ પ્રા. ડો. કવિતાબા ઝાલા તેમજ પ્રા. જલ્પાબેન વાધેલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રા.જે.એમ.કાથડે આભારવિધિ કરી હતી.