મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ખાતે આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે પાંચીયા પરિવાર દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આવતીકાલે મહાશિવરાત્રિ છે ત્યારે મહાશિવરાત્રિ પૂર્વે આજે તારીખ 7 માર્ચ ને ગુરુવારના રોજ રફાળેશ્વર ગામના આગેવાન ખોડાભાઈ જગાભાઈ પાંચીયા તથા સમસ્ત પાંચીયા પરિવાર દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિરે બાવનગજની ધ્વજા ચડાવવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે મહાદેવજીની ભવ્ય શોભાયાત્રા ખોડાભાઈ જગાભાઈ પાંચીયાના નિવાસ્થાનેથી પરંપરાગત રીતે કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે સાધુ-સંતો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું.