મોરબી : મોરબીમાં સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં આવેલ ઉમિયાજી મંદિર ચોકમાં તા.7ને ગુરુવારના રોજ રાત્રે 9થી 1 દરમિયાન લોકભવાઇના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ-ખાખરાળા અને મચ્છુંકાંઠા જ્ઞાતિના પાંચેય મંડળના ચુનંદા કલાકારો દ્વારા આ લોકભવાઇની રજુઆત થવાની છે. આ કાર્યક્રમમાં પધારવા સર્વે શહેરીજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.