મોરબી : આવતીકાલે વિશ્વ મહિલા દિવસ છે. ત્યારે પડતર માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી પીડાતા આંગણવાડી કાર્યકરો, હેલ્પર બહેનો, આશા વર્કરો તથા ફેસિલિટર બહેનોએ આજે કાળો દિવસ મનાવ્યો હતો. અંદાજે 500 જેટલા બહેનોએ જિલ્લા પંચાયત ખાતે કાળા દિવસની ઉજવણી કરી પોતાની માંગણી પુરી કરવાની ગુહાર લગાવી હતી.