મોરબી : મોરબીની આદર્શ નિવાસી શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોરબી જિલ્લાના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ડી.એમ. ડાભી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ભાવભેર વિદાય આપવામાં આવી હતી અને બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પરીક્ષાની શુભેચ્છા પાઠવાઈ હતી. શાળાના આચાર્ય પીન્ટુબેન ઉકાણીએ શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દવે સાહેબ દ્વારા કરાયું હતું.