મોરબી : મોરબીમાં નશીલા પદાર્થોનું અમુક તત્વો દ્વારા બેફામ વેપાર થઈ રહ્યો હોય યુવાધન નાશ થઈ રહ્યો હોય તેવું લાગી રહયુ છે ત્યારે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયુ છે કે મોરબી શહેર અને જીલ્લામાં બે રોકટોક નસીલા પદાર્થો જેવા કે દારૂ, કેમીકલયુક્ત કફ સીરપ જેવા નશાકારક જથ્થો મોરબીમાં ઉતારેલા અને લોકો પકડાયેલા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આવા નશાકારક પદાર્થો મોરબી શહેર અને જીલ્લાની અંદર કોઈની મીઠી નજરથી આવતા હોય તેવું લાગી રહયુ છે.આવા નશાકારક પદાર્થોના કારણે સંસ્કારી નગરી મોરબી શહેરમાં યુવાધનને બરબાર કરવાનું કોઈ પડયંત્ર હોય તેવું લાગી રહયુ છે. ત્યારે મોરબી પોલીસ વિભાગે કોઈ પણ ચમરબંધી હોય તો પણ તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જેથી કરીને ફરી વખત મોરબી શહેર કે જીલ્લાની અંદર આવા નશાકારક પદાર્થો લાવવાની કોઈ હિંમત ન કરે તેવી પોલીસ ખાતા દ્વારા કાર્યવાહી થવી જોઈએ. તેમ મોરબી જીલ્લા કોંગ્રેસ અને મારેબી શહેરની પ્રજા આપની પાસે માંગણી કરી રહી છે.વધુમાં આ અગાઉ ઘુંટુ ગામે ગ્રામજનોNGNG દ્વારા પકડેલ કેમિકલયુકત પ્રવાહી ભરેલા ટેન્કરનો રિપોર્ટ આવી ગયેલ હોય, તેમાં કેમિકલયુક્ત ટેન્કરમાં ભરેલ પ્રવાહી એસિડીક છે તેમ સાબીત થઈ આવેલ છે. જેથી આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમ મોરબી જીલ્લા કોંગ્રેસ અને મારેબી શહેરની પ્રજા આપની પાસે માંગણી કરી રહી છે.