મોરબી : મહેન્દ્રનગરમાં જુના ગામના ગેટ પાસે હનુમાનજીના મંદિરે તા.7ને સવારે 7 થી 4:30 દરમિયાન પ્રધાનમંત્રી સુર્યઘર યોજનાના ફ્રી રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.રીન્યુઅલ ઊર્જાને આત્મસાત કરવા પ્રધાન મંત્રીના આ ડ્રીમ પ્રોજેકટને સફળ બનાવવા તેમજ છેવાડાના લોકો સુધી તેની જાગૃતિ પહોંચાડવા મહેન્દ્રનગર પોસ્ટ ઓફીસ દ્વારા સઘન પ્રયાસ અને ફરજરૂપે મારૂ ઘર સૂર્યઘરના બેનર હેઠળ ગ્રામજનોના સહયોગથી નિશૂલ્ક નોંધણી કેમ્પ યોજવામાં આવનાર છે. જેમાં લાઈટ બીલ સાથે રાખવું જરૂરી છે.