મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરીમોરબી : મોરબીના રવાપર નદી ગામે બ્રાહ્મણ પરિવારની ખેતીની જમીન ખેડી નાખી એક શખ્સ દ્વારા ઘાસચારો સાફ કરી નાખી ખેતરમાં રહેલા લાકડા લઈ જઈ નુકશાન કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રવાપર નદી ગામે ખેતીની જમીન ધરાવતા ખેલશંકરભાઈ લીલાધરભાઈ મહેતા રહે.અમરનગર તા.મોરબી વાળાની માલિકીની જમીનમા ઉગેલ ઘાસચારો અને લાકડા લઈ જઈ આરોપી દેવજીભાઈ ગોવાભાઈ રબારી રહે.રવાપર નદી ગામ વાળાએ ખેતર ખેડી નાખતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ખેલશંકરભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 427 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.