હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં પોતાની વાડીમાં ટ્રેકટર ચલાવતી વખતે હાઇડ્રોલિક ખરાબ થઇ જતા હાઇડ્રોલિક રીપેર કરી રહેલા સુરેશભાઇ તળશીભાઇ વરમોરા ઉ.45 નામના યુવાન હાઇડ્રોલીકમાં આવી જતા પેટનો ભાગ દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.