હળવદ : હળવદ શહેરના વાઘેશ્વર મંદિર પાછળ સોનીવાડ વિસ્તારમાં રહેતા વણિક વેપારી ધ્રાંગધ્રા લગ્નમાં ગયા બાદ બંધ પડેલા મકાનને નિશાન બનાવી તસ્કરો ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના વાઘેશ્વર મંદિર પાછળ સોનીવાડ વિસ્તારમાં રહેતા વણિક વેપારી ભાવિનભાઇ કિશોરભાઇ શેઠ તેમના પરિવાર સાથે ધ્રાંગધ્રા લગ્નમાં જતા પાછળથી બંધ પડેલા તેમના રહેણાંક મકાનમાં ગત તા.3 માર્ચના રોજ અજાણ્યા ઈસમોએ ચોરી કરી ઘરમાં પડેલી રોકડ રૂપિયા 6500 ચોરી કરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.