મોરબી : મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૮ સુધીમાં સીધી ભરતી અને બઢતીથી નિમણુંક મેળવી કામ કરતા મુખ્ય શિક્ષકો (HTAT)ની એક વર્ષની સેવા સંતોષકારક પૂર્ણ થતા નોકરીમાં લાબાંગાળાના ધોરણે ચાલુ રાખવાના હુકમો કરવાની કામગીરી શિક્ષણ શાખા,જિલ્લા પંચાયત કચેરી, મોરબી દ્રારા કરવામાં આવેલ છે.જેમાં સીધી ભરતીથી નોકરીમાં જોડાયેલા કુલ-૭૫ જેટલા મુખ્ય શિક્ષકો (HTAT) ના એક વર્ષના અજમાયશી સમયગાળા પૂર્ણ કરી નોકરીમાં લાબાંગાળાના ધોરણે ચાલુ રાખવાના હુકમો કરી ૨૬ મી જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ હુકમો એનાયત કરવામાં આવેલા હતા. ત્યાર બાદ બઢતીથી જોડાયેલા કુલ-૨૩ જેટલા મુખ્ય શિક્ષકો (HTAT) ના એક વર્ષના અજમાયશી સમયગાળા પૂર્ણ કરી નોકરીમાં લાબાંગાળાના ધોરણે ચાલુ રાખવાના તા.૦૪/૦૩/૨૦૨૪ ના રોજ હુકમો કરી મોરબી જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતી,મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ. મહેતા,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર વગેરેના હસ્તે આ હુકમો એનાયત કરવમાં આવેલા હતા.આ હુકમો તૈયાર કરવા માટે શિક્ષણ શાખા,જિલ્લા પંચાયત કચેરી,મોરબીના વહિવટી સ્ટાફ દ્રારા ઉમદા કામગીરી કરવામાં આવી છે. આ હુકમો કરવા માટે મોરબી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્રારા પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,એન.એ. મહેતાનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.