મોરબી : રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરૂષોતમભાઈ રૂપાલાનું આજે પોતાના રાજકોટ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે આગમન થતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાની શુભેચ્છાઓ સ્વીકારતા પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને બન્ને એકમેકને ભેટીને લાગણીનું અભિવાદન પ્રગટ કર્યું હતું. આ તકે બ્રિજેશ મેરજાએ રાજકોટ બેઠક પરથી લોકસભામાં વિક્રમજનક સરસાઈથી વિજેતા બનવા અંતઃકારણ પૂર્વક શુભેચ્છાઓ ઉમંગભેર પાઠવી હતી. આ પસંગે રાજકોટ લોકસભા બેઠકના પ્રભારી, સંયોજક, સંસદ સભ્યો, ધારાસભ્યો, શહેર જિલ્લા સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, રાજકોટમાં ઉમેદવારના આગમનના ટાણે જ વિજય ટંકારનો એક ભારે મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં બ્રિજેશ મેરજાએ પણ સહભાગી થઈને ભારતીય જનતા પક્ષ પરિવારની ખુશીમાં સામેલ થયા હતા.