મોરબીના જેતપર ગામના રવિએ બીજી વખત કોડીનનો જથ્થો મંગાવ્યો અને પોલીસના હાથે પકડાયોમોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં ગોડાઉન ભાડે રાખી સેનેટરીવેર્સની આડમાં થતા નશીલા કોડીન શીરપના ગોરખધંધામાં 24 કલાકથી વધુ સમય સુધીની પોલીસની તપાસને અંતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગોડાઉન ભાડે રાખી નશાનો કારોબાર કરનાર શખ્સ સહિત 6 વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે, નઈ દુલ્હન બ્રાન્ડ ચોખાની આડમાં છેક ત્રિપુરાથી મોરબી સુધી આવેલા નશીલા કોડીનનો જથ્થો અગાઉ પણ આરોપીએ મંગાવી મોરબીના ગોડાઉનમાં કિચન સિન્કના બોક્સમાં આ નશીલી દવા પેક કરીને અન્ય રાજ્યમાં મોકલવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે અને સમગ્ર મામલે મોરબી એલસીબીએ રૂપિયા 2,04,56,200નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.મોરબી એલસીબી પોલીસ ટીમે બાતમીને આધારે તા.3ના રોજ મોરબીના રંગપર ગામની સીમમાં સીતારામ હાર્ડવેર પાછળ આવેલ આર ટાઇલ નામના ગોડાઉનમાં દરોડો પાડી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી ચોખાની આડમાં મોરબીમાં ઘુસાડવામાં આવેલ કોડીન શીરપનો વિશાળ જથ્થો ઝડપી લઈ આરોપી એવા ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા, રહે. રવાપર રોડ, રામકો બંગ્લો પાછળ વૃંદાવન સોસાયટી વૃંદાવન પેલેસ બ્લોક નં-301, મોરબી મુળ રહે. મોટી મોણપરી તા.વીસાવદર જી.જુનાગઢ, ટ્રક નંબર-TS-06-UB-7789નો ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ, રહે. સારોલા તા.જી. ઉસ્માનાબાદ (મહારાષ્ટ્ર\, કલીનર- મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન,રહે. બોરાભંડ્ડા સાઇડ-3 તા.ખેરતાબાદ જી.હૈદરાબાદ (તેલંગણા) અટકાયતમાં લીધા હતા. જયારે સમગ્ર કૌભાંડના માસ્ટર માઈન્ડ એવા આરોપી રવીકુમાર મહીપતભાઇ કંડીયા રહે. જેતપર (મચ્છુ) તા.જી.મોરબી, કોડીન શીરપનો માલ મોકલનાર સાજેદા ટાઇલ્સ વાળા મસુદ આલમ રહે. ત્રીપુરાઅને માલ મોકલનાર મોબાઈલ નંબર 8415883276 વાળા વ્યક્તિ સહિત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ રજીસ્ટર કરાવી છે.વધુમાં આરોપી ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયાની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આ ગોડાઉન મોરબીના શૈલેષ પટેલ પાસેથી આરોપી રવિ કંડીયાએ ભાડે રાખ્યું હોવાનું અને પાંચેક દિવસ પહેલા પણ માલ મંગાવ્યો હોવાનું કબૂલી ત્રિપુરાથી સાજેદા ટાઇલ્સ વાળા મસુદ આલમ નશીલી કોડીન શીરપનો જથ્થો મોરબી મોકલાવતો હોવાનું અને જે ટ્રકમાં માલ આવ્યો તે ટ્રકમાં ઝારખંડથી ચોખા ભરી બાદમાં ટ્રકમા નીચે કોડીન સીરપ અને ઉપરના ભાગે ચોખા રાખી ત્રિપુરાથી મોરબી સુધી માલ આવ્યો હોવાની કબૂલાત આપવાની સાથે આરોપી એવા ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયાએ કબુલ્યું હતું કે, નશીલી કોડીન શીરપની બોટલો મોરબી ગોડાઉનમાં આવ્યા બાદ અહીંથી કિચન સિન્ક એટલે કે રસોડામાં ફિટ કરવામાં આવતી સ્ટીલની ગેંડીના બોક્સમાં આ નશીલી દવા પેક કરીને ફરી મોરબીથી અન્ય રાજ્યમાં મોકલવામાં આવતી હતી.24 કલાકથી વધુ સમય સુધી તપાસ અને નશીલી બોટલોના જથ્થાની ગણતરી બાદ મોરબી એલસીબી ટીમે નઈ 3દુલ્હન બ્રાન્ડ ચોખાની આડમાં મોરબી સુધી પહોંચેલી નશાકારક કોડીન યુકત કફ સીરપ Triprolidine Hydrochloride & Codeine Phosphate Cough Syrup PHENSEDYL COUGH SYRUP બોટલ નંગ 90,000 કિંમત રૂપિયા 1,84,93,200, ચોખાની બોરીઓ નંગ-630 વજન કીલો 1557750 કિંમત રૂપિયા 4,41,000, ટ્રક નંબર-TS-06-UB-7789 કિંમત રૂપિયા 15 લાખ, મોબાઇલ ફોન નંગ-3 કિંમત રૂપિયા 15000 તથા રોકડા રૂપીયા 7000 મળી કુલ રૂપિયા 2,04,56,200નો મુદામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં એલસીબી ટીમે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.