મોરબી : મોરબી જલારામ પ્રાર્થના મંદિર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તેમજ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ- રાજકોટ દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પનો 290 દર્દીઓએ લાભ લીધો હતો.તે ઉપરાંત 127 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.અલ્કેશભાઈ ખેરડીયા, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાલુ માસનો કેમ્પ સ્વ.ચુનીલાલ ઠાકરશીભાઈ પોપટ તથા સ્વ.ભૂમિબેન રાજેશભાઈ પોપટ પરિવારના સહયોગથી યોજવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત 29 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 9301 લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ 4109 લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા,સી.ડી. રામાવત,પારસભાઈ ચગ,સંજય હીરાણી, હીતેશ જાની,મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. તેમ પ્રમુખ જલારામ સેવા મંડળ,મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નિર્મિત કક્કડ દ્વારા જણાવવામાં આવ્યું છે.