મોરબી : લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા 400 પ્લસ બેઠકો પર ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના ભાગરૂપે અત્યારથી જ કાર્યકરોને ચૂંટણીની તૈયારીઓમાં લગાવી દીધા છે. જેના ભાગરૂપે મોરબીમાં યુવા ભાજપ દ્વારા યુવા ચોપાલ એટલે કે ખાટલા બેઠકના કાર્યક્રમો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા 'અબકી બાર 400 કે પાર' સ્લોગન સાથે મોરબી જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષ સાગરભાઈ સદાતીયા તેમજ મહામંત્રી શક્તિસિંહ જાડેજા અને તપનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ યુવા ચોપાલ એટલે કે ખાટલા બેઠકના કાર્યક્રમો તમામ તાલુકા પંચાયત સીટ તેમજ શહેરના તમામ વોર્ડમાં યોજવામાં આવી રહ્યા છે. જેમાં નવા મતદાતાઓને જોડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 78 જેટલી યુવા ચોપલનું સફળતાપૂર્વક આયોજન પણ કરવામાં આવ્યું છે. જ્યારે આગામી દિવસોમાં 80 થી વધારે યુવાચોપાલ મોરબી જિલ્લામાં યોજાશે છે તેમ યુવા ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.