મોરબી : મોરબી સીટી લાયન્સ ક્લબ દ્વારા સેવા પરમો ધર્મના હેતુ સાથે દિવ્યાંગ બાબુભાઈ કંઝારિયાને ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રમુખ લા કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, લા. મહાદેવભાઈ ચિખલીયા, લા પ્રાણજીવનભાઈ રંગપડીયા, ગૌતમભાઈ ગોસ્વામી સહીતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.