મોરબી : રાજ્યની વિવિધ જીએસટી કચેરીઓમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્કની STI એટલે કે સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. રાજ્યના કુલ 188 સિનિયર ક્લાર્કને STI તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં મોરબીના ચાર સિનિયર ક્લાર્કની પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે.જેમાં મોરબી ઓફિસમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મહિપાલસિંહ જાડેજા કે જેઓ વેપારી વર્ગ, CA એસોસિએશન અને બાર એસોસિએશનમાં સારી એવી લોક ચાહના ધરાવતા હતા તેઓની અમદાવાદ મુખ્ય ઓફિસ ખાતે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી જીએસટી ઓફિસમાં ફરજ સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સતીષ જોરાજીભાઈ ભાટીની નાયબ રાજ્ય વેરા કમિશનર કચેરી (અન્વેશન) વિભાગ 12 ગાંધીધામ ખાતે STI તરીકે પ્રમોશન સાથે બદલી કરાઈ છે. અશોકભાઈ કરસનભાઈ કુરીયાની સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરી ઘટક-103 ગાંધીધામ ખાતે પ્રમોશન સાથે બદલી કરાઈ છે. જ્યારે હિતેશકુમાર મોરારદાન ગઢવીની સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરી ઘટક-93 રાજકોટ ખાતે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે.