આજે વિશ્વ શ્રવણ દિવસ : આ વર્ષની થીમ 'ચેન્જિંગ માઇન્ડસેટ્સ: લેટ્સ મેક ઈયર એન્ડ હિયરિંગ કેર એ રિયાલિટી ફોર ઓલ' છેમોરબી : આજે વિશ્વ શ્રવણ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઇ રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 3 માર્ચ, 2007માં પહેલીવાર આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. 2016માં આ દિવસને ‘વર્લ્ડ હીયરિંગ ડે’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. બહેરાશ અને સાંભળવાની સમસ્યા અટકાવવા લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 3 માર્ચને વિશ્વ શ્રવણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં આ વર્ષની થીમ 'ચેન્જિંગ માઇન્ડસેટ્સ: લેટ્સ મેક ઈયર એન્ડ હિયરિંગ કેર એ રિયાલિટી ફોર ઓલ' છે. મનુષ્યના શરીરમાં પાંચ ઈન્દ્રિયોનું ખૂબ મહત્ત્વ છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આ પાંચ ઈન્દ્રિયોમાં મનુષ્યને સાંભળવા માટેની ઈન્દ્રિય એટલે કાન. એમ કહેવાય છે કે દીવાલોને પણ કાન હોય છે ત્યારે કાનનું મહત્વ મનુષ્યદેહમાં ખૂબ જ મહત્વનું રહેલું છે. વધી રહેલા ધ્વનિ પ્રદૂષણને લીધે લોકોને ઓછું સાંભળવાની તકલીફમાં દીવસે ને દીવસે વધારો થઈ રહ્યો છે. કાન માત્ર સંભાળવાનું કામ નથી કરતા તે આપણા શરીરને સમતોલ પણ રાખે છે.ઈયરફોનમાં બિનજરૂરી સતત ગીતો સાંભળવાથી લોકોમાં કાનની બીમારી થવાનું પ્રમાણ વધ્યું છે. જેમાં લોકોની બેદરકારીને લીધે કાનના રોગોનું વહેલાસર નિદાન ન થવાથી પરિણામે દર્દીને બહેરાશનો ભોગ બનવું પડે છે. પરંતુ જે રીતે વિજ્ઞાન આગળ વધી રહ્યુ છે. તેને જોતા બહેરાશ દુર કરવા માટેના સાધનો અને ઉપકરણો પણ વિકસાવવામાં આવ્યાં છે. જે બાળક નાનપણથી જ બોલવા અને સાંભળવામાં સક્ષમ નથી તેઓ માટે કોકલિયર ઈમ્પ્લાન્ટ અને સ્પીચ થેરાપી આશીર્વાદ સમાન છે. ભારત સરકારનો કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોજેક્ટ છે, જેનો હેતુ કોઈ બાળક બહેરુ કે મંગુ ના રહે તે માટે પ્રયત્ન કરવામા આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મૂકબધિર બાળકો માટે ફ્રીમાં સારવાર કરવામાં આવે છે. આપણે આપમેળે દવા ન કરવી જોઈએ, પરંતુ ડોકટરોની સલાહ લેવી જોઈએ અને સાંભળવાની સમસ્યાઓ સંબંધિત કોઈપણ દવા લેતા પહેલા યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. આધુનિક તકનીકી વિકાસના યુગમાં, મોટેથી અવાજોના સંપર્કમાં આવવા સહિત સાંભળવાની ખોટના લગભગ તમામ કારણોને અટકાવી શકાય છે અને સારવાર કરી શકાય છે. આ સિદ્ધ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ ગેમ ચેન્જર બની શકે છે.બહેરાશ થવાના કારણોજન્મજાત બહેરાશની સમસ્યા માટે ગર્ભાવસ્થા દરમિયાન વાયરલ ઈન્ફેક્શન, જોન્ડિસ, કોઈ કારણથી બાળકનો સમય કરતાં વહેલો જન્મ થવો તેમજ અમુક હોર્મોનલ ફેરફાર પણ બહેરાશ માટે જવાબદાર હોય છે. આ ઉપરાંત ઓટેસ્ટ્રેલરોસિસુ નામનો રોગ સ્ત્રીઓમાં બહેરાશ માટે જવાબદાર છે અને તે આનુવંશિક છે.બહેરાશના સામાન્ય લક્ષણકામમાં વિચિત્ર અવાજ સંભળાવાકાન ભારે લાગવાકાનમાં દર્દ અનુભવવો (જો મોબાઇલ ફોન અતિ વાપરવામાં આવે તો આ બીમારી થઈ શકે છે)ચક્કર આવવાબહેરાશને લીધે માનસિક તકલીફઘરગથ્થુ સારવાર1. બહેરાશના દર્દીએ દહીં, શિખંડ, આઇસક્રીમ, ઠંડા પીણાં તેમજ, વાયુ તથા કફ વધારે તેવા ખાદ્ય પદાર્થો છોડી દેવા. 2. કાનમાં પાણી ન જાય તેનું ધ્યાન રાખવું. 3. સીધો, એકધારો, તીવ્ર પવન પણ કાનમાં લાગવા ન દેવો. બને તો બહાર જતી વખતે કાનમાં રૂના પૂમડા ભરાવી રાખવા. 4. લસણ, સરગવો, આદું, લીલા મરીનું અથાણું, સૂંઠ, અજમો, સૂવા, તલતેલ તથા તુલસીનો ઉપયોગ લાભ કરે છે. 5. સરસિયા તેલમાં મરવાનો રસ તથા લસણની એક બે કળી નાખી ઉકાળી ઠરે ત્યારે ગાળીને કાનમાં ટીપાં પાડવા.6. કાનમાં ધાક પડી જતી હોય તો રૂમાં વીંટાયેલી લસણની કળી કાનમાં ભરાવી રાખવી.