મોરબી : મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વર્ષ દરમિયાન ક્લાસીસની શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ બીન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરનાર 127 જેટલા બાળકોને પ્રમાણપત્ર તેમજ શિલ્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા વર્ષ દરમિયાન ક્લાસીસમાં સંપૂર્ણ હાજર રહેનાર બાળકોને પ્રમાણપત્ર- શિલ્ડ તેમજ ધો. 10 અને 12 (કોમર્સ)માં દરેક પ્રકારે આગળ પડતા, મહેનતુ, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંથી સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીને પણ શિલ્ડ, પ્રમાણપત્ર અને રૂ. 5001/- રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતા. જેમાં ચાલુ વર્ષ માટે ધો. 10માં મીરાણી વૈશાલી કલ્પેશભાઈ અને ધો. 12માં કંઝારિયા જાગૃતિ ઉમેશભાઇ સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી ઘોષિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સુનિલભાઈ પરમાર, વાલજીભાઈ ડાભી, સંજયભાઈ રાજપરા, કૌશિકાબેન રાવલ સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્માણ ક્લાસીસ ધો.5 થી 12 (કોમર્સ) ના બાળકોને વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણ, પરિવાર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ તરફ લઈ જવા માટે નવનિર્માણ ક્લાસીસ પ્રયત્નશીલ છે તેમ ક્લાસીસના સંચાલકો મયુરભાઈ શુક્લ (9825633154), અલ્પેશભાઈ ગાંધી (9898448974) એ જણાવ્યું હતું.