મોરબી : મોરબી રહેવાશી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના અગ્રણી કાર્યકર્તા રાજેશભાઈ હિરાલાલ બદ્રકિયાની ભારત સરકારના નોટરી તરીકે નિમણુંક થયેલ છે. તેઓ મોરબી જિલ્લાના ચાઈલ્ડ વેલફેર કમિટીના પૂર્વ ચેરમેન, મોરબી વકીલ મંડળના પૂર્વ સેક્રેટરી, ગુર્જર સુથાર વિદ્યાર્થી ભવનના પૂર્વ ખજાનચી, મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ મોરબીના સભ્ય ,મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી, રાજકોટ નાગરિક સહકારી બેંક મોરબીના પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે. નોટરી તરીકે નિમણુંક બદલ સમાજના તમામ અગ્રણીઓ તરફથી તેમને મોબાઈલ નં.૯૮૨૫૪૨૧૦૩૧ પર શુભકામનાઓ મળી રહી છે.