હળવદ : આજરોજ હળવદ પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને બાકી વીજ બિલ ભરપાઈ કરવા તથા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા અંગેની માહિતી આપવામાં આવી હતી.હળવદ પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર કે.જે. પાઘડાળ અને હળવધ શહેર પીજીવીસીએલ કચેરીના નાયબ ઈજનેર જે.એલ. બરંડા દ્વારા હળવદ પીજીવીસીએલના ગ્રાહકોને તેઓના બાકી વીજ બિલ ભરપાઈ કરવા અંગે અપીલ કરાઈ હતી સાથે જ ગ્રાહકોને પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત સોલાર રૂફટોપ લગાવી ગ્રીન એનર્જી ઉત્પન્ન કરી દેશની ઉન્નતિમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.