કજારિયા સેનેટરી વેર પ્રા.લીના વ્હોલ ટાઈમ ડિરેકટર અજયકુમાર મારવાણીયાના હસ્તે નવી બ્રાન્ચનું ઉદ્દઘાટન, અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપરમાં ફેડરલ બેંકની નવી બ્રાન્ચનો પ્રારંભ થયો છે. જેથી હવે સિરામિક કંપનીઓને બેન્કિંગ સેવા મેળવવામાં ખૂબ સરળતા રહેશે. આ નવી બ્રાન્ચમાંથી ગ્રાહકોને ઝડપી અને ઇઝી રીતે સર્વિસ આપવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મોરબીના લાલપરમાં 8એ નેશનલ હાઇવે પર ઈશાન સિરામિક ઝોનના વિંગ બીમાં ફેડરેલ બેંકની નવી બ્રાન્ચની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં કજારિયા સેનેટરી વેર પ્રા.લીના વ્હોલ ટાઇમ ડિરેકટર અજયકુમાર મારવાણીયાના હસ્તે નવી બ્રાન્ચનું ઉદ્દઘાટન થયું હતું. આ વેળાએ આશર હોસ્પિટલના ફીઝીશિયન ડો. પરિમલ આશર, સીએમઆઈ બીશોપ જોશે ચિટ્ટોપરામબલ, મુંબઈ ઝોનના વાઇસ પ્રેસિડેન્ટ અને ઝોનલ હેડ મહેશ આર., એક્ઝિક્યુટિવ ડિરેકટર શાલીની વોરિયર, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ હેડ બ્રાન્ચ બેન્કિંગ નંદાકુમાર વી., ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ રિજનલ હેડ પરવેશ હબલાની, બ્રાન્ચ હેડ સૌરભ સુનિલ મહાજન સહિતના ઉપસ્થિત રહ્યા હતા.સરનામું : વિંગ બી, ઈશાન સિરામિક ઝોન, 8એ નેશનલ હાઇવે,લાલપર, મોરબી