મોરબી : મોરબીમાં વી.સી.પરા, સ્મશાન રોડ ખાતે આવેલા સમશાનના મેલડી માતાજીના મંદિર ખાતે તા. 5 માર્ચને મંગળવારે બપોરના 12 કલાકે માતાજીના ભયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાઈઓ તથા બહેનોને ઉપસ્થિત રહેવા તેમજ મહાપ્રસાદ લેવા ભુવા જેન્તીભાઇ વિરજીભાઈ દેગામા તેમજ સેવકગણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.