હાલ ગણતરી ચાલુ, કોડીન કફ સીરપની 400થી વધુ પેટી હોવાનો અંદાજ : 3ની ધરપકડમોરબી : મોરબીના રંગપર નજીક એલસીબીએ મોટો દરોડો પાડ્યો છે. જેમાં કોડીન કફ સીરપની અંદાજે 400થી વધુ પેટી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો કે હાલ ગણતરી ચાલુ છે અને ત્રણ શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્રભરમાં કોડીન કફ સિરપથી નશાનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. જેની સામે મોરબી એલસીબીએ કડક હાથે કામ લીધું છે. એલસીબીની ટીમે આજે બાતમીના આધારે રંગપર નજીક આવેલ એક ગોડાઉનમાં દરોડો પાડ્યો છે. જ્યાં મોટા પ્રમાણમાં આ નશાકારક સિરપનો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હતો. હાલ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં એલસીબીની ટિમ હાલ સીરપનો જથ્થો ગણી રહી છે. અહીં અંદાજે 400 પેટી સીરપની બોટલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ ત્રણેય શખ્સોની પુરછપરછ પણ ચલાવવામાં આવી રહી છે.