મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે નોટરી તરીકે સિનિયર વકીલોની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબીના યુવા વકીલ હેતલબેન બારેજીયાની નોટરી તરીકે પસંદગી કરી તેમની નિમણૂક કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે પસંદગી થયેલા હેતલબેન નીખીલભાઈ બારેજીયા વરિયા પ્રજાપતિ સમાજના પેહલા મહિલા નોટરી તરીકે પસંદગી પામ્યા છે. તેઓ વકીલાતની સાથે અનેક સામાજિક સંસ્થાઓ અને સેવાકાર્યો સાથે પણ જોડાયેલા છે. કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થતા તેમને સગા સબંધી, મિત્ર વર્તુળ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.