રેલવે તંત્ર દ્વારા મોરબી - વાંકાનેરની રેલવે ટિકિટમાં વીસ રૂપિયાનો ઘટાડો કર્યોમોરબી : પશ્ચિમ રલેવે દ્વારા મુસાફરો માટે મોટી રાહત આપતો નિર્ણય લઈ મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનના ભાડામાં ધરખમ ઘટાડો જાહેર કરી કોરોના કાળ પહેલા ચાલતું ફક્ત રૂપિયા 10 ભાડું અમલી બનાવતા વાંકાનેર અને મોરબીના મુસાફરોમાં આંનદ છવાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ રેલવે દ્વારા કોરોના કાળમાં લાંબો સમય સુધી મોરબી - વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન બંધ કરવામાં આવ્યા બાદ પુનઃ ડેમુ ટ્રેન શરૂ થતા રેલવે દ્વારા ભાડામા રૂપિયા 20ના વધારા સાથે વાંકાનેર મોરબીનું ભાડું 30 રૂપિયા કરી નાખતા મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. જો, લાંબા અંતરાલ બાદ આજે તા.3 માર્ચથી રેલવે દ્વારા અચાનક જ ઉદાર બની મોરબી - વાંકાનેર વચ્ચેનું ભાડું ફેરી રૂપિયા 10 કરી દેવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી છવાઇ છે.