મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી સામે ઊભા થયેલા અસંતોષને પગલે જિલ્લા કોંગ્રેસમાં અનેક રાજીનામાં પડ્યા છે. જો કે આ સિલસિલો હજુ યથાવત રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ મંત્રી સંજયભાઈ કાવર અને તાલુકા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દુર્લભજીભાઈ સુરાણીએ આજે રાજીનામાં આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેવામાં કોંગ્રેસમાં આ રીતે રાજીનામાંની મોસમ આવવાથી રાજકીય ગરમાવો ફેલાયો છે.